My Frnds

Flag Counter

Thursday, 25 October 2012

શરદપૂર્ણિમા અમૃત વર્ષાને પામવાનો સમય

SANDESH- SHRADDHA -25-10-12


કવર સ્ટોરી - પ્રશાંત પટેલ


શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યોતિષીઓના મત અનુસાર સમગ્ર વર્ષમાં માત્ર આ જ દિવસે ચંદ્રદેવ સોળે કળાઓ સાથે પરિપૂર્ણ થાય છે અને તેના પ્રકાશ દ્વારા પૃથ્વી પર અમતૃવર્ષા કરે છે. ધર્મશાસ્ત્રોમાં ર્વિણત કથાઓ અનુસાર દેવી-દેવતાઓને પ્રિય પુષ્પ બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે. તેના વડે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી વિશેષ કૃપા મળે છે. એવું પણ કહેવાય છે કે આ મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રચાવ્યા હતા. આજે પણ શરદ પૂર્ણિમાના દિવસે રાસ-ગરબા રમાય છે

હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષમાં બાર પૂર્ણિમા એટલે કે પૂનમ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. આ દિવસે ચંદ્રમાનું અતુલ્ય સૌંદર્ય જોવા મળે છે. વિદ્વાનોના મતાનુસાર પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારનો હોવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન આવતી પૂર્ણિમા વ્રત સમાન હોય છે, પરંતુ આ બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવવાને કારણે તેને શરદપૂર્ણિમા પણ કહે છે. શરદ ઋતુની આ પૂર્ણિમાએ ચંદ્રનો અશ્વિની નક્ષત્ર સાથે સંયોગ થાય છે. અશ્વિની એ ૨૭ નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર છે. તેના સ્વામી અશ્વિનીકુમાર છે.

એક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાન અશ્વિનીકુમારોએ જ આપ્યું હતું. આ જ જ્ઞાન આજે હજારો વર્ષો પછી પણ આપણી પાસે સચવાયેલું છે. અશ્વિનીકુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ ચંદ્રમા અમૃતના સ્રોત છે. તેને કારણે એવું માનવામાં આવે છે કે શરદપૂર્ણિમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે.

મહાલક્ષ્મી-કુબેરને પ્રસન્ન કરવાનો સમય
લક્ષ્મીમાતાના કોજાગ્રત વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદપૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની ર્મૂિતની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના સો દીવા પ્રગટાવવા જોઈએ. આદિવસે મધ્યરાત્રિએ મહાલક્ષ્મી પોતાના કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદપૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજી અને કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. ભગવાન વિષ્ણુની પૂજાનું પણ સવિશેષ મહત્ત્વ છે.

ખીરનો ભોગ
શરદપૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે, તેથી એવી માન્યતા છે ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાની અમૃત બુંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદપૂર્ણિમાના ચંદ્ર પ્રકાશના ઔષધીય મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.

શરદપૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્ત્વ
શરદપૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદપૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ-પૌંઆનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણને જીવનદાયીની ઊર્જા મળે છે.

શરદપૂર્ણિમા અને મહારાસ
શરદપૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે શ્રીધામ વૃંદાવનના વંશીવટ ક્ષેત્રસ્થિત યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી. યોગમાયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક-એક શ્રીકૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસલીલા કરી. જેમાં ભગવાન શિવજી ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આ લીલાને જોવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા ભગવાન શ્રીકૃષ્ણનું નામ રાસેશ્વર શ્રીકૃષ્ણ પડયું.

રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમસંદેશ છે. રાસલીલાનો અર્થ સંપૂર્ણ રીતે આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસનું જ એક રૂપ છે.

ભગવાન શ્રીકૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી જગતને આપ્યો છે. રાસલીલા દરેક ગોપીનો શ્રીકૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ જ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદપૂર્ણિમાના અવસરે આજે પણ રાસલીલા અને શ્રીકૃષ્ણ લીલાઓનો આનંદ લેવામાં આવે છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની રાસલીલામાં તેમના પરમ ભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલની અગ્નિ ધીરે-ધીરે તેમના હાથે પહોંચી અને તેમનો અડધો હાથ બળી ગયો તેનું પણ તેમને ભાન ન રહ્યું.

સ્વપ્નના ઘરને સુંદરતા બક્ષતું ક્ષેત્ર ઈન્ટીરિયર ડિઝાઈનિંગ

SANDESH- CAREER -22-10-12
Study Option - Prashant Patel


એક કહેવત છે કે, 'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન.' આ જ બાબત તમારા ઘરને આધારે તમને લાગુ પડી શકે છે. કોઈ પણ વ્યક્તિ ઘર જોઈને તેમાં રહેનારનું વ્યક્તિત્વ પોતાના મનમાં ઘડે છે. સુંદર ઘર તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આ ઘરને સજાવટ દ્વારા વધારે સુંદર બનાવવાનું કામ ઈન્ટીરિયર ડિઝાઈનર કરે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરની આ ક્રિએટિવિટી જ્યારે ઘર સિવાય ઓફિસ, હોટેલ્સ, કોન્ફરન્સ હોલ, થિયેટર, કર્મિશયલ સેન્ટર તથા મોલમાં જોવા મળે ત્યારે હજારો લોકો તેનાથી પ્રભાવિત થાય છે અને મનોમન વિચારે છે કે આ સુંદરતાનું સર્જન કોણે કર્યું હશે?

જોતમે ક્રિએટિવ હો તો ઈન્ટીરિયર ડિઝાઈનર બનીને તમારી કારકિર્દીને યોગ્ય દિશા આપી શકો છો. ઈન્ટીરિયર ડિઝાઈનરનો કોર્સ કર્યા પછી તમે દેશ-વિદેશમાં સરળતાથી નોકરી મેળવી શકો છો. બાંધકામ ઉદ્યોગમાં તેજી જોતાં ઘર, કોર્પોરેટ બિલ્ડિંગ, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓ, થિયેટર, મોલ એમ દરેક જગ્યાએ ઈન્ટીરિયર ડિઝાઈનરની માંગ પણ ખૂબ વધી છે. તમે ઈન્ટીરિયર ડિઝાઈનર બનીને લોકોના સ્વપ્નોના ઘરને સજાવવાની સાથે સારી કમાણી પણ કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત
* ઈન્ટીરિયર ડિઝાઈનર બનવા માટે શૈક્ષણિક ક્વોલિફિકેશનથી વધારે ક્રિએટિવિટીની જરૂર હોય છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે બારમા ધોરણમાં ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા અંગ્રેજી વિષયો સાથે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

* કેટલીક સંસ્થાઓમાં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કોર્સ પણ કરી શકે છે.

* કેટલીક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશપરીક્ષા અને ગ્રૂપ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવે છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કેટલાક કોર્સમાં ગ્રેજ્યુએશન પછી પ્રવેશ મેળવી શકાય છે.

વ્યક્તિગત કૌશલ્ય
* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં સફળતા ક્લાયન્ટના સંતોષ પર નિર્ભર કરે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરમાં માત્ર કલાત્મક્તા જ નહીં, પરંતુ ટેકનિકલ ગુણો પણ હોવા જરૂરી છે.

* ઘરની સજાવટને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં ઈન્ટીરિયર ડિઝાઈનરે ઘણાં લોકોને મળવું પડે છે અને તેમની સાથે વાતચીત કરવી પડે છે. આવી સ્થિતિમાં પ્રભાવશાળી રીતે વાતચીત કરવાની ક્ષમતા તેનામાં હોવી બહુ જરૂરી છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનરના વિચારો પર છેલ્લી મહોર ક્લાયન્ટની વાગે છે, તેથી ઈન્ટીરિયર ડિઝાઈનરમાં પોતાની વાતને સરળતાથી અને ચોક્કસ રીતે સમજાવવાની આવડત હોવી જોઈએ, કારણ કે પ્રોફેશનની ટેકનિકલ ભાષા કે શબ્દો ક્લાયન્ટ નથી જાણતો.

* ઈન્ટીરિયર ડિઝાઈનરમાં ધીરજ અને વિનમ્રતા હોવી જોઈએ.

* આજકાલ બધંુ જ કામ કમ્પ્યુટર પર થાય છે. વિવિધ ડિઝાઈન પણ કમ્પ્યુટરમાં તૈયાર કરી શકાય છે. તેથી ઈન્ટીરિયર ડિઝાઈનરને કમ્પ્યુટર અને ડિઝાઈનિંગના સોફ્ટવેરનું સારું જ્ઞાન હોવું જોઈએ.

* રચનાત્મક વિચાર અને કંઈ નવું કરવાનો ઉત્સાહ ઈન્ટીરિયર ડિઝાઈનરમાં હોવો જોઈએ.

* આ સિવાય ટેક્સચર તથા લાઈટિંગ, બિલ્ડિંગ મટીરિયલ્સ, જૂની તથા નવી સ્ટાઈલની જાણકારી, કલર વિઝન તથા બજેટ વગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે.

નોકરી ક્યાં મળશે?
છેલ્લા કેટલાક સમયથી ઘરના શણગારના વધતા ચલણને કારણે ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં અનેક વિકલ્પો ઊભા થયા છે. આ ક્ષેત્રમાં નોકરીની તક અનેક ગણી વધી છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યા પછી તમે કોઈ કંપનીમાં જોડાઈને આસિસ્ટન્ટ ડિઝાઈનર અથવા જુનિયર ડિઝાઈનર તરીકે કામ અને અનુભવ મેળવી શકો છો.

* તમે કોઈ પ્રાઈવેટ ફર્મમાં પાર્ટટાઈમ કામની સાથે તમારું પોતાનું કામ પણ કરી શકો છો.

* પબ્લિક સેક્ટરમાં પણ ઈન્ટીરિયર ડિઝાઈનરોની ઘણી માંગ છે. પબ્લિક ઈન્સ્ટિટયૂશન્સ જેમ કે ટાઉન પ્લાનિંગ બ્યૂરો, મેટ્રોપોલિટન અને ક્ષેત્રીય વિકાસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી શકો છો.

* આર્કિટેક્ટ ફર્મ અથવા બિલ્ડની સાથે પણ કામ કરી શકો છો.

* કામમાં હથોટી આવી ગયા બાદ તમે તમારી પોતાની ફર્મ કે કંપની શરૂ કરી શકો છો.

કમાણી
ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં કમાણી કરવાની કોઈ સીમા નથી. છતાં પણ શરૂઆતના સમયમાં એક ઈન્ટીરિયર ડિઝાઈનર ૬ હજારથી લઈને ૧૦ હજાર રૂપિયા પ્રતિમાસ સરળતાથી મેળવી શકે છે. જો બહુ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હોય તો શરૂઆતની કમાણી થોડી વધારે થઈ શકે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરોની કમાણી અનેક તથ્યો પર આધાર રાખે છે. જેમાં ક્રિએટિવિટી સૌથી મહત્ત્વપૂર્ણ છે. થોડાં વર્ષોનો અનુભવ અને નામ થઈ ગયા પછી કમાણી લાખોમાં પહોંચી શકે છે.

કામકાજ
ઈન્ટીરિયર ડિઝાઈનિંગ એ કોઈ પણ ખાલી સ્થાનને અનુભવોને આધારે એક નિશ્ચિત આકાર આપવા સંબંધી પ્રક્રિયા છે. માત્ર ઈન્ટીરિયર ડેકોરેશનની દૃષ્ટિએ તેને ન જોઈ શકાય, પરંતુ તેની અંદર એન્વાયર્નમેન્ટલ સાયકોલોજી, પ્રોડક્ટ ડિઝાઈન તથા આર્કિટેક્ચરની કેટલીક બાબતોને સામેલ કરવામાં આવે છે.

ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રકાર
ઘર એ તેમાં રહેનારનું વ્યક્તિત્વ દર્શાવે છે. આ જ કારણ છે કે તેઓ ઈન્ટીરિયર ડિઝાઈનરની મદદથી પોતાના ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપે છે. એક ઈન્ટીરિયર ડિઝાઈનરે દીવાલોના રંગ, ટેક્સચર અને ક્લાયન્ટની પસંદગી મુજબ પોતાના કામને આગળ ધપાવવાનું હોય છે. સાથે-સાથે તેમાં બજેટનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આ બધાને જોતાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગની નીચે પ્રમાણેના પ્રકારો કે શાખાઓ વિસ્તરી છે.

હોમ ઈન્ટીરિયર
બાથરૂમ ઈન્ટીરિયર
કિચન ઈન્ટીરિયર
ઓફિસ ઈન્ટીરિયર
ડોર ઈન્ટીરિયર
ઈન્ટીરિયર પેઇન્ટિંગ્સ
ઈન્ટીરિયર લાઈટિંગ
હેલ્થકેર ઈન્ટીરિયર
કોર્પોરેટ ઈન્ટીરિયર
હોટેલ ઈન્ટીરિયર
ફેંગશૂઈ કે વાસ્તુ ઈન્ટીરિયર

શૈક્ષણિક સંસ્થાઓ
ભારતભરમાં વિવિધ સંસ્થાઓ ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરાવે છે. જેમાં ડિપ્લોમાથી લઈને ડિગ્રી સુધીના કોર્સ કરી શકાય છે. સંસ્થાઓમાં પ્રવેશ મેરિટ અથવા પ્રવેશપરીક્ષાને આધારે આપવામાં આવે છે. વિવિધ સંસ્થાઓમાં કોર્સ પ્રમાણે ફીનું ધોરણ જુદું જુદું હોય છે. ઓછામાં ઓછી ફી આશરે ૨૫ હજારથી લઈને ૬૫ હજાર વાર્ષિક હોઈ શકે છે.

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી), અમદાવાદ.

ધ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઈન, અમદાવાદ.

સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઈન એન્ડ ઈન્સ્ટિટયૂટ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઈન, વલ્લભ વિદ્યાનગર.

નેશનલ સ્કૂલ ઓફ ફેશન ડિઝાઈન, ચંદીગઢ.

એસએનડીટી વુમન યુનિવર્સિટી, મુંબઈ.

સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ.

ડિઝાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા, ઈંદૌર.

સાઉથ દિલ્હી પોલિટેકનિક ફોર વુમન. દિલ્હી

prashantvpatel2011@gmail.com

Sunday, 21 October 2012

ડિઝાસ્ટર મેનેજમેન્ટ આફતોમાંથી ઉગારતું ક્ષેત્ર


SANDESH- Career - 15-10-12


Study Option - Prashant Patel

આફત કુદરતી હોય કે માનવસર્જિત, ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. આફતો મનુષ્ય જીવન, પશુ-પક્ષીઓ, વાતાવરણ અને ધન-સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આકસ્મિક આવી ચઢેલી આફતો મનુષ્યને પાંગળો બનાવી દે છે. નિસહાય અને લાચાર મનુષ્યો (ભોગ બનનાર લોકો) ને પોતાના પગ પર ફરીથી ઊભા કરવાનું એટલે કે મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ કરે છે. આજે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં આવા પ્રોફેશનલ્સની ખૂબ જ માંગ છે. તેથી આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી એ કોઈ ખોટનો સોદો નથી.

કુદરતી કે માનવસર્જિત આફતો ધન-સંપત્તિને નુકસાન તો પહોંચાડે જ છે સાથે જન-જીવનને પણ અસ્તવ્યસ્ત કરી દે છે. આ જનજીવનને ફરીથી પાટા પર લાવવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો કરે છે. સરકાર, એનજીઓ, ખાનગી સંસ્થાઓ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ જ કારણે આ ક્ષેત્રમાં યોગ્ય તાલીમ મેળવેલા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. બારમું ધોરણ પાસ કર્યાં પછી અથવા ગ્રેજ્યુએશન કર્યાં પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
* સર્ટિફિકેટ કોર્સ માટે ઓછામાં ઓછી યોગ્યતા ધોરણ-૧૨ પાસ છે.
* માસ્ટર ડિગ્રી અથવા પીજી ડિપ્લોમા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* એમબીએ કોર્સ કરવા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* કેટલીક સંસ્થાઓ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવે છે જેમાં ધોરણ-૧૨ પછી પ્રવેશ મેળવી શકાય છે.
* માઈનિંગ, કેમિકલ ડિઝાસ્ટર અને ટેકનિકલ ડિઝાસ્ટરમાં સ્પેશ્યલાઈઝેશન કરી શકાય છે.

વિશેષ યોગ્યતા
* વિવિધ પ્રકારની આફતો કે સંકટો વિશે પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
* કમ્પ્યુટર અને અન્ય ઉપયોગી ઈક્વિપમેન્ટ્સના ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ.
* કોઈ પણ પરિસ્થિતિમાં થાક્યા વગર કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.
* ટીમ સ્પીરિટ અને મેનેજમેન્ટનો ગુણ હોવો જરૂરી છે.
* કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવાની તૈયારી.

મુખ્ય કોર્સ
* સર્ટિફિકેટ કોર્સ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમબીએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* પીજી ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.

નોકરી ક્યાં મળશે?
ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં નોકરીની અઢળક તક રહેલી છે. સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી સરળતાથી મળી રહે છે.
* સરકારી સેવાઓ.
* લો ઈન્ફોર્સમેન્ટ.
* લોકલ ઓથોરિટીઝ.
* રિલીફ એજન્સીઓ.
* ખાનગી ક્ષેત્રમાં કેમિકલ, માઈનિંગ, પેટ્રોલિયમ જેવી જોખમી ઈન્ડસ્ટ્રીઝમાં કામ મળી શકે છે. સામાન્ય રીતે આવી ઈન્ડસ્ટ્રીઝમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હોય છે.
* આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે રેડક્રોસ અને યૂએન વગેરેમાં કામ કરી શકો છો.
* અનુભવ મેળવ્યા બાદ પોતાની કંપની શરૂ કરી શકો છો અથવા કન્સલ્ટિંગ એજન્સી પણ ખોલી શકો છો.

કામકાજ
* ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલનું મુખ્ય કામ કુદરતી અથવા માનવસર્જિત સંકટ કે આફતના સમયે ભોગ બનેલા લોકોનો જીવ બચાવવો, પ્રાથમિક સારવાર આપવી, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી અને તેમને ફરીથી મુખ્ય ધારામાં પાછા લાવવાનું છે. તેના માટે સરકાર અને કેટલીક એજન્સીઓ દ્વારા જરૂરી નાણાં ફાળવવામાં આવે છે.

* સરકારી એજન્સી તરીકે ગૃહમંત્રાલય મુખ્ય ભૂમિકા ભજવે છે. કુદરતી અથવા માનવસર્જિત આફતના સમયે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કાર્ય સંભાળે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ એવું છે જેનાથી આપણને નોકરી કરવા ઉપરાંત સમાજને અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કર્યાનો સંતોષ પણ મળે છે. આ માત્ર નોકરી નથી પણ એક પ્રકારની સેવા છે અને એ રીતે તમે રાષ્ટ્રના નિર્માણમાં પણ ભાગીદાર બની શકો છો.

શૈક્ષણિક સંસ્થાઓ
ભારતભરની વિવિધ સંસ્થાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સર્ટિફિકેટથી લઈને એમબીએ સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જ્યાં કોર્સનો સમયગાળો અને ફીનું ધોરણ જુદું-જુદું હોય છે.

* ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈકોલોજી એન્ડ એન્વાયર્ન્મેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પૂણે.
* ડિઝાસ્ટર મિટિગેશન ઈન્સ્ટિટયૂટ, અમદાવાદ.
* નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુર.
* એન્વાયર્ન્મેન્ટ પ્રોટેક્શન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, હૈદરાબાદ.
* નાલંદા ઓપન યુનિવર્સિટી, પટણા.
* ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ), દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ, ચેન્નઈ.

કરિયર વિકલ્પ
રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયરિંગ
આફતના સમયે સૌથી વધારે નુકસાન બિલ્ડિંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરને થાય છે, તેથી વિપત્તિ કે આફત આવી ગયાની થોડી જ ક્ષણોમાં રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયર પાણીનો સપ્લાય, સાફ-સફાઈ અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.

રિસ્ક એસેસમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી
ઘણી કંપનીઓને પોતાના કર્મચારીઓ તથા સામાન્ય જનતાની સુરક્ષા પ્રદાન કરવાની જરૂર હોય છે. નિર્માણ, રસાયણ, પેટ્રોલિયમ, જળ, આવાગમન અને પરમાણુ ઉદ્યોગોની સાથે સાથે સરકારી એજન્સીઓમાં પણ ડિઝાસ્ટર પ્રોફેશનલ્સની જરૂર હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ આવી કંપનીઓ કે ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી શકે છે.

રિલીફ એન્ડ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ
રાહતના કામમાં જોડાયેલા પ્રોજેક્ટ મેનેજર સમાજની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર હોય છે. જેમ કે, તેમને મુશ્કેલ સ્થિતિમાં ખાદ્ય પદાર્થો, રાહત, શરણ લઈ શકાય તેવી જગ્યા બનાવવા માટે મળતા કે આવનારા સામાનનું યોગ્ય વિતરણ કરવાનું કામ કરવાનું હોય છે. આ સામાન વિદેશ કે પછી દેશના અન્ય કોઈ પ્રદેશમાંથી મદદ માટે આવી શકે છે.

હેલ્થ મેનેજમેન્ટ
કેટલીક સરકારી, ખાનગી તથા એનજીઓનો હેતુ કે ફોકસ માત્ર પ્રાથમિક સ્વાસ્થ્ય પર જ હોય છે. આ ક્ષેત્રમાં પ્રોજેક્ટ મેનેજર પાસે ઉત્તમ કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી તેનામાં વિવિધ પ્રકારનું કૌશલ્ય હોવું જોઈએ જેમ કે, સામાન્ય જનતા સ્વાસ્થ્ય અને મહામારીની જાણકારી, લોજિસ્ટિકનું ડિસ્ટ્રીબ્યુશન, ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ, આપદા ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી બાબતો, રાજકારણ અને કાયદો વગેરે.

ઈમર્જન્સી પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
ઈમર્જન્સી પ્લાનર જોખમોને ઓળખે છે અને તેનાથી બચવાનો પ્લાન બનાવે છે. તેમાં ખરાબ વાતાવરણ, વાવાઝોડું, રાસાયણિક વિસ્ફોટ અથવા આતંકવાદી ખતરાનો સમાવેશ થાય છે. ઈમર્જન્સી પ્લાનરે પહેલેથી જ લોકોની ભૂમિકાઓ, જવાબદારીઓ, સંચાર (વાતચીત કે સંદેશો આપવા)ની રીત અને મેનેજમેન્ટની પ્રક્રિયા નક્કી કરવાની હોય છે.

રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજમેન્ટ
એક રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજરને સંસ્થા કે કંપનીની અંદર અને બહારની દુનિયા સાથેના સંબંધ સાથે જોડાયેલ પ્રોસેસ અને મેનેજમેન્ટ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. તેના માટે તેનામાં સંસ્થાનાં આંતરિક જોખમોને સારી રીતે ઓળખવાની ક્ષમતા હોવી જોઈએ. તેણે બધી બાબતો ધ્યાનમાં રાખીને આંતરિક સિસ્ટમને મજબૂત રાખવાનું તથા સંકટની સ્થિતિમાં સંસ્થાનું કામ રોકાય નહીં તે સુનિશ્ચિત કરવાનું હોય છે.

prashantvpatel2011@gmail.com

નવગ્રહના અસરકારક મંત્રો



મંત્રોની શક્તિ તથા તેનું મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત તમામ પ્રકારનાં રત્નો અને ઉપાયોથી પણ વધારે છે. એવા ઘણા દોષ છે જેના પર રત્ન તથા ઉપાયો દ્વારા નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, પરંતુ મંત્રોના માધ્યમથી ઘણી હદ સુધી તેને નિયંત્રણમાં રાખી શકાય છે
જ્યોતિષમાં રત્નોનો પ્રયોગ કુંડળીમાં માત્ર શુભ અસર આપનારા ગ્રહોને બળ પ્રદાન કરવા માટે કરી શકાય છે તથા અશુભ અસર કે પરિણામ આપનારા ગ્રહોનાં રત્નો ધારણ કરવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહને બળ મળે છે, પરંતુ તેનો સ્વભાવ બદલાતો નથી. તેથી શુભ ફળ આપનારા ગ્રહનું બળ વધવાથી તેના દ્વારા થનારી હાનિ કે નુકસાનની માત્રા પણ ઘટે છે જ્યારે બીજી તરફ ખરાબ ફળ આપનારા ગ્રહોનું બળ વધવાથી તેના દ્વારા થનારા નુકસાનની માત્રા વધી જાય છે. તેથી કુંડળીમાં ખરાબ ફળ આપનારા ગ્રહોનાં રત્નોને ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં.
ગ્રહને બળવાન બનાવવા તથા તેના ખરાબ પ્રભાવમાંથી બચવા માટે જે-તે ગ્રહના ઉપાયો કરી શકાય, પરંતુ ગ્રહના મંત્રો જેવો અસરકારક બીજો કોઈ ઉપાય નથી. મંત્રોનો પ્રયોગ તમે કુંડળીમાં સારી તથા ખરાબ અસર આપનારા ગ્રહો માટે કરી શકો છો. સામાન્ય સ્થિતિમાં નવ ગ્રહોના મૂળ મંત્ર, વિશેષ લાભ મેળવવા માટે બીજમંત્ર તથા વેદ મંત્રોના જપ કરવા જોઈએ.

નવ ગ્રહોના મૂળ મંત્ર
• સૂર્યઃ ૐ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ શનયે નમઃ । અથવા ૐ શનિશ્ચરાય નમઃ ।
• રાહુઃ ૐ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ કેતવે નમઃ ।
નવ ગ્રહોના બીજમંત્ર
• સૂર્યઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ ।
• રાહુઃ ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સઃ કેતવે નમઃ ।

નવ ગ્રહોના વેદ મંત્ર
• સૂર્યઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મતર્ય ચ
 હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।
 ઈદં સૂર્યાય ન મમ ।।
• ચંદ્રઃ ૐ ઈમં દેવાડસપત્ ન ગ્વં સુવધ્વમ્ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠયાય
મહતે જાનરાજ્યાયેન્દ્રસ્યેન્દ્રિયાય ઈમમમુષ્ય પુત્રમુષ્યૈ પુત્રમુષ્યૈ વિશ એષં
વોડમી રાજા સૌમોડ્સ્માકં બ્રાહ્મણાનાં ગ્વં રાજા ।। ઈદં ચંદ્રમસે ન મમ ।।
• મંગળઃ ૐ અગ્નિમુર્દ્ધ દિવઃ કકુપતિઃ પૃથિવ્યા અયમ્ ।
અપા ગ્વં રેતા ગ્વં સિ જિન્વતિ । ઈદં ભૌમાય, ઈદં ન મમ ।।
• બુધઃ ૐ ઉદબુધ્યસ્વાગ્ને પ્રતિ જાગૃહિત્વમિષ્ટાપૂર્તે સ ગ્વં સૃજેથામયં ચ ।
અસ્મિન્ત્સધસ્થે અધ્યુત્તરસ્મિન્ વિશ્વેદેવા યજમાનશ્ચ સીદત ।।
ઈદં બુધાય, ઈદં ન મમ ।।
• ગુરુઃ ૐ બૃહસ્પતે અતિ યદર્યો અહાર્દ્ દ્યુમદ્વિભાતિ ક્રતુમજ્જનેષુ ।
યદદીયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણં ધેહિ ચિત્રમ ।।
ઈદં બૃહસ્પતયે, ઈદં ન મમ ।।
• શુક્રઃ ૐ અન્નાત્ પરિસ્રુતો રસં બ્રહ્મણા વ્યપિબત્ ક્ષત્રં પયઃ ।
સોમં પ્રજાપતિઃ ઋતેન સત્યમિન્દ્રિયં પિવાનં ગ્વં
શુક્રમન્ધસડઈન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોડમૃતં મધુ ।।
ઈદં શુક્રાય, ન મમ ।।
• શનિઃ ૐ શન્નો દેવિરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંય્યોરભિસ્ત્રવન્તુ નઃ । ઈદં શનૈશ્ચરાય, ઈદં ન મમ ।।
• રાહુઃ ૐ કયાનશ્ચિત્ર આ ભુવદ્વતી સદા વૃધઃ સખા ।
કયા શચિંષ્ઠયા વૃતા ।। ઈદં રાહવે, ઈદં ન મમ ।।
• કેતુઃ ૐ કેતું કણ્વન્ન કેતવે પેશો મર્યા અપેશસે ।
સમુષદભિરજા યથાઃ । ઈદં કેતવે, ઈદં ન મમ ।।

નવગ્રહ મંત્ર
ૐ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી
ભાનુઃ શશી ભૂમિસૂતોબુધશ્ચ ।
ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુ કેતવઃ
સર્વે ગ્રહાઃ શાન્તકારા ભવન્તુ ।।
મંત્ર જપ દ્વારા સર્વોત્તમ ફળ મેવવવા માટે મંત્રોનો જપ નિયમિત રીતે તથા અનુશાસનપૂર્વક કરવો જોઈએ. વેદ મંત્રોનો જપ માત્ર એ જ લોકોએ કરવો જોઈએ જેઓ વ્રતીના દરેક નિયમ પાળતા હોય. કોઈ પણ મંત્રનો જપ એક માળા એટલે કે ૧૦૮ વાર કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી જન્મકુંડળી અનુસાર કયા ગ્રહના મંત્ર જપ કરવાથી સૌથી વધારે લાભ થઈ શકે એમ છે.

નવગ્રહના અસરકારક મંત્રો


મંત્રોની શક્તિ તથા તેનું મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત તમામ પ્રકારનાં રત્નો અને ઉપાયોથી પણ વધારે છે. એવા ઘણા દોષ છે જેના પર રત્ન તથા ઉપાયો દ્વારા નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, પરંતુ મંત્રોના માધ્યમથી ઘણી હદ સુધી તેને નિયંત્રણમાં રાખી શકાય છે
જ્યોતિષમાં રત્નોનો પ્રયોગ કુંડળીમાં માત્ર શુભ અસર આપનારા ગ્રહોને બળ પ્રદાન કરવા માટે કરી શકાય છે તથા અશુભ અસર કે પરિણામ આપનારા ગ્રહોનાં રત્નો ધારણ કરવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહને બળ મળે છે, પરંતુ તેનો સ્વભાવ બદલાતો નથી. તેથી શુભ ફળ આપનારા ગ્રહનું બળ વધવાથી તેના દ્વારા થનારી હાનિ કે નુકસાનની માત્રા પણ ઘટે છે જ્યારે બીજી તરફ ખરાબ ફળ આપનારા ગ્રહોનું બળ વધવાથી તેના દ્વારા થનારા નુકસાનની માત્રા વધી જાય છે. તેથી કુંડળીમાં ખરાબ ફળ આપનારા ગ્રહોનાં રત્નોને ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં.
ગ્રહને બળવાન બનાવવા તથા તેના ખરાબ પ્રભાવમાંથી બચવા માટે જે-તે ગ્રહના ઉપાયો કરી શકાય, પરંતુ ગ્રહના મંત્રો જેવો અસરકારક બીજો કોઈ ઉપાય નથી. મંત્રોનો પ્રયોગ તમે કુંડળીમાં સારી તથા ખરાબ અસર આપનારા ગ્રહો માટે કરી શકો છો. સામાન્ય સ્થિતિમાં નવ ગ્રહોના મૂળ મંત્ર, વિશેષ લાભ મેળવવા માટે બીજમંત્ર તથા વેદ મંત્રોના જપ કરવા જોઈએ.
નવ ગ્રહોના મૂળ મંત્ર
સૂર્યઃ ૐ સૂર્યાય નમઃ ।
ચંદ્રઃ ૐ ચંદ્રાય નમઃ ।
મંગળઃ ૐ ભૌમાય નમઃ ।
બુધઃ ૐ બુધાય નમઃ ।
ગુરુઃ ૐ ગુરવે નમઃ ।
શુક્રઃ ૐ શુક્રાય નમઃ ।
શનિઃ ૐ શનયે નમઃ । અથવા ૐ શનિશ્ચરાય નમઃ ।
રાહુઃ ૐ રાહવે નમઃ ।
કેતુઃ ૐ કેતવે નમઃ ।
નવ ગ્રહોના બીજમંત્ર
સૂર્યઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
ચંદ્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ ।
મંગળઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।
બુધઃ ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।
ગુરુઃ ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ ।
શુક્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।
શનિઃ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ ।
રાહુઃ ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ ।
કેતુઃ ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સઃ કેતવે નમઃ ।
નવ ગ્રહોના વેદ મંત્ર
સૂર્યઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મતર્ય ચ
હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।
ઈદં સૂર્યાય ન મમ ।।
ચંદ્રઃ ૐ ઈમં દેવાડસપત્ ન ગ્વં સુવધ્વમ્ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠયાય
મહતે જાનરાજ્યાયેન્દ્રસ્યેન્દ્રિયાય ઈમમમુષ્ય પુત્રમુષ્યૈ પુત્રમુષ્યૈ વિશ એષં
વોડમી રાજા સૌમોડ્સ્માકં બ્રાહ્મણાનાં ગ્વં રાજા ।। ઈદં ચંદ્રમસે ન મમ ।।
મંગળઃ ૐ અગ્નિમુર્દ્ધ દિવઃ કકુપતિઃ પૃથિવ્યા અયમ્ ।
અપા ગ્વં રેતા ગ્વં સિ જિન્વતિ । ઈદં ભૌમાય, ઈદં ન મમ ।।
બુધઃ ૐ ઉદબુધ્યસ્વાગ્ને પ્રતિ જાગૃહિત્વમિષ્ટાપૂર્તે સ ગ્વં સૃજેથામયં ચ ।
અસ્મિન્ત્સધસ્થે અધ્યુત્તરસ્મિન્ વિશ્વેદેવા યજમાનશ્ચ સીદત ।।
ઈદં બુધાય, ઈદં ન મમ ।।
ગુરુઃ ૐ બૃહસ્પતે અતિ યદર્યો અહાર્દ્ દ્યુમદ્વિભાતિ ક્રતુમજ્જનેષુ ।
યદદીયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણં ધેહિ ચિત્રમ ।।
ઈદં બૃહસ્પતયે, ઈદં ન મમ ।।
શુક્રઃ ૐ અન્નાત્ પરિસ્રુતો રસં બ્રહ્મણા વ્યપિબત્ ક્ષત્રં પયઃ ।
સોમં પ્રજાપતિઃ ઋતેન સત્યમિન્દ્રિયં પિવાનં ગ્વં
શુક્રમન્ધસડઈન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોડમૃતં મધુ ।।
ઈદં શુક્રાય, ન મમ ।।
શનિઃ ૐ શન્નો દેવિરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંય્યોરભિસ્ત્રવન્તુ નઃ । ઈદં શનૈશ્ચરાય, ઈદં ન મમ ।।
રાહુઃ ૐ કયાનશ્ચિત્ર આ ભુવદ્વતી સદા વૃધઃ સખા ।
કયા શચિંષ્ઠયા વૃતા ।। ઈદં રાહવે, ઈદં ન મમ ।।
કેતુઃ ૐ કેતું કણ્વન્ન કેતવે પેશો મર્યા અપેશસે ।
સમુષદભિરજા યથાઃ । ઈદં કેતવે, ઈદં ન મમ ।।
નવગ્રહ મંત્ર
ૐ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી
ભાનુઃ શશી ભૂમિસૂતોબુધશ્ચ ।
ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુ કેતવઃ
સર્વે ગ્રહાઃ શાન્તકારા ભવન્તુ ।।
મંત્ર જપ દ્વારા સર્વોત્તમ ફળ મેવવવા માટે મંત્રોનો જપ નિયમિત રીતે તથા અનુશાસનપૂર્વક કરવો જોઈએ. વેદ મંત્રોનો જપ માત્ર એ જ લોકોએ કરવો જોઈએ જેઓ વ્રતીના દરેક નિયમ પાળતા હોય. કોઈ પણ મંત્રનો જપ એક માળા એટલે કે ૧૦૮ વાર કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી જન્મકુંડળી અનુસાર કયા ગ્રહના મંત્ર જપ કરવાથી સૌથી વધારે લાભ થઈ શકે એમ છે.

Friday, 12 October 2012

નવરાત્રિ આદ્યશક્તિની આરાધનાનો શ્રેષ્ઠ સમય


SANDESH- Shraddha -11-10-12
કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

નવરાત્રિને આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ માનવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર માસની વાસંતિક નવરાત્રિ, આસો માસની શારદીય નવરાત્રિ એમ બે પ્રચલિત નવરાત્રી તથા ધર્મગ્રંથો અનુસાર અષાઢ અને મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ચારે નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું આપણે ત્યાં વિશેષ મહત્ત્વ છે. સમગ્ર ભારતભરમાં શારદીય નવરાત્રિની વિવિધ રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી ક્રમશઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવામાં આવે છે.

એકમના દિવસે માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય, બીજના દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા, ત્રીજના દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, ચોથના દિવસે માતા કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ, પાંચમના દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ, છઠ્ઠના દિવસે માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ, સાતમના દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય, આઠમના દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ અને નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો. શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે, તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો. આસો માસના સુદ પક્ષમાં પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ ભગવતી મહાશક્તિની આરાધના કરીને શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં. તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું. ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ દ્વારા આસો માસમાં નવરાત્રિના નવ દિવસ વ્રત-અનુષ્ઠાન કરવામાં આવ્યું હોવાને કારણે આસો માસની શારદીય નવરાત્રિ ચૈતન્ય તથા અભીષ્ટ ફળદાયી બની ગઈ.

દેવી ભાગવતપુરાણના ત્રીજા સ્કંધના ૨૯-૩૦મા અધ્યાયોમાં શ્રીરામચંદ્રજી દ્વારા શારદીય નવરાત્રિમાં શક્તિપૂજાની કથાનું વર્ણન જોવા મળે છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજાની પ્રથા ત્રેતાયુગથી શરૂ થઈ. આ રીતે દૈવીશક્તિના શયનકાળમાં પણ તેમની ઉપાસનાની પરંપરા બની અને શારદીય નવરાત્રિને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું.

શારદીય નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ઘટસ્થાપન, વ્રત-પૂજન, ઉપવાસ અને ગરબાનું વિશેષ મહત્ત્વ છે. ઘરે-ઘરે અંબાજી માતાનું પૂજન થાય છે. શેરીઓ-મહોલ્લામાં બાળકો મહોલ્લા માતા કે સુંદર ગબ્બર બનાવે છે અને ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે. ચોકમાં મોડી રાત સુધી ગરબા અને રાસ રમાય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મોટા મોટા પંડાલ બનાવીને દુર્ગાપૂજા કરવામાં આવે છે.

નવરાત્રિ વ્રત-પૂજન
આસો સુદ એકમથી લઈને નોમ સુધી શારદીય નવરાત્રિ હોય છે. આ નવરાત્રિનું વ્રત સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. જો કોઈ કારણસર વ્રત કરી શકાય તેમ ન હોય તો પતિ, પત્ની, પુત્ર અથવા બ્રાહ્મણને પ્રતિનિધિ બનાવીને વ્રત પૂર્ણ કરી શકાય છે.

સૌપ્રથમ પ્રાતઃકાળે સ્નાનાદિ કર્મથી પરવારી પૂજાસ્થાનને સ્વચ્છ કરવું. પછી સુંદર વેદી તૈયાર કરીને ગણેશામ્બિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃત માતૃકા, નવગ્રહ સહિત દેવતાઓ તથા સિંહાસનારૂઢ જગતજનની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિવત્ સ્વાસ્તિવાચન, સંકલ્પ, પુણ્યાહવાચનપૂર્વક ષોડશોપચારે પૂજન કરો. માતાના દિવ્ય મંત્રોના જપ કરો. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિનું પૂજન કે વ્રત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તેના માટે એવું કહેવાયું છે કે,ળશરદવસન્તનામાનૌ દાનવૌ દ્વૌ ભયંકરૌ ।
તયોરુપદ્રવશામ્યર્થ મિત્રં પૂજા દ્વિધા મતા ।।
અર્થાત્ શરદ તથા વસંત નામના બે ભયંકર દાનવ વિવિધ રોગોના કારણ છે. આ ઋતુઓનાં પરિવર્તન સમયે મહામારી, જ્વર, શીતળા, કફ, ઉધરસ વગેરે જેવા વિવિધ રોગોના નિવારણ માટે શારદીય તથા વાસંતી એમ બે નવરાત્રિમાં દુર્ગાપૂજનનું પ્રચલન આદિકાળથી છે.

નવરાત્રિમાં વિવિધ યંત્રપૂજનના લાભ
નવરાત્રિના નવ દિવસ માતા શક્તિનાં નવ સ્વરૂપોને સર્મિપત હોય છે. નવરાત્રિને અસુરી તત્ત્વો પર દૈવી તત્ત્વો, અંધારા પર ઉજાસનો તથા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ અને ઉપાસકો માતાના આશીર્વાદ મેળવવા માટે પૂજા-પાઠ, હવન, યજ્ઞા તથા ઉપવાસ કરે છે. માતાની આરાધના કરવાથી સમૃદ્ધિ, ધન તથા યશ મળે છે. નવરાત્રિમાં ઘટસ્થાપન કે પૂજા-પાઠમાં યંત્રોનાં પૂજનનો સમાવેશ કરવાથી સર્વોત્તમ અને શીઘ્ર લાભ મળે છે. ઘરના મંદિર કે પૂજાસ્થાનમાં માતા શક્તિનાં વિવિધ યંત્રોની સ્થાપના અને નિયમિત રીતે પૂજન કરવાથી યશ-સમૃદ્ધિ અને ભાગ્યમાં સતત વૃદ્ધિ થતી રહે છે.

શ્રીદુર્ગા યંત્ર
શ્રીદુર્ગા યંત્ર તમારા જીવનમાં ઊર્જા તથા સકારાત્મકતાનો સંચાર કરે છે. આ યંત્ર તમને અનિષ્ટ તત્ત્વો અને નકારાત્મકતાથી દૂર રાખે છે તથા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધાઓ કે અંતરાયોને પાર કરવામાં તમારી મદદ કરે છે. આ મંગળકારી નવરાત્રિમાં દુર્ગાયંત્રની પૂજા-અર્ચના કરવાથી ચોક્કસ લાભ થશે તથા આગળ વધવાની નવી-નવી તક મળશે.

સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર
સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર જીવનમાં ધન-સંપત્તિ સંબંધી સૌભાગ્યને જાગ્રત કરે છે તથા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે. નવરાત્રિમાં સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણ પર વધુ લાભ મળશે. જો કોઈને શનિની સાડાસાતી ચાલતી હશે તો આ યંત્ર તેના ખરાબ પ્રભાવોને પણ ઓછા કરશે.

દુર્ગા વીસા યંત્ર
દુર્ગા વીસા યંત્ર ભાગ્યને જગાડનાર તથા વ્યાપાર અને નોકરીમાં ધન સંબંધી લાભો અપાવનારું યંત્ર છે. જે લોકો કોઈ કારણસર આર્થિક તંગી અનુભવી રહ્યા હોય તેઓ નવરાત્રિમાં દુર્ગા વીસા યંત્રની સ્થાપના અને ઉપાસના કરે તો ધન, રોજગાર તથા વેપાર સંબંધી બધી જ સમસ્યાઓનો અંત આવશે. આ યંત્રની ઉપાસનાથી વેપારીઓને વિશેષ લાભ મળે છે. તેમના વેપારમાં વૃદ્ધિ થાય છે.

શ્રીયંત્ર
શ્રીયંત્ર અનિષ્ટ શક્તિઓ તથા નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે અને ઘરમાં સામંજસ્ય તથા ઊર્જામાં વૃદ્ધિ કરે છે. નવરાત્રિમાં શ્રીયંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી ભાગ્યમાં પરિવર્તન થાય છે. સાથે દરેક પ્રયત્નમાં સફળતા મળે છે. કારકિર્દીને ચાર ચાંદ લાગી જાય છે. આર્થિક સ્થિતિ સુધરે છે અને બાધાઓનો અંત આવે છે.

દુર્ગા અંબાજી યંત્ર
દુર્ગા અંબાજી યંત્રને ઘરમાં સ્થાપવાથી સૌભાગ્યમાં અને ધનલાભના અવસરોમાં વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિને વેપારમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તથા આર્થિક તંગી અનુભવાતી હોય તેમણે નવરાત્રીમાં પોતાના પૂજાસ્થાનમાં દુર્ગા અંબાજી યંત્રની સ્થાપના અને નવ દિવસ સુધી પૂજા કરવાથી પરિસ્થિતિ સુધરવા લાગે છે અને તમામ કષ્ટો દૂર થાય છે.

નવરાત્રિના સિદ્ધમંત્રો
દુર્ગા સપ્તશતીમાં શ્લોક, અર્ધશ્લોક અને ઉવાચ મળીને ૭૦૦ જેટલા મંત્ર છે. જે સમગ્ર જગતને અર્થ, કામ, ધર્મ અને મોક્ષ પ્રદાન કરે છે. નવરાત્રિના નવ દિવસ વિવિધ મંત્રોનો જપ કરવામાં આવે તો યશ, સુખ, સમૃદ્ધિ, પરાક્રમ, વૈભવ, બુદ્ધિ, જ્ઞાન, સ્વાસ્થ્ય, આયુષ્ય, વિદ્યા, ધન, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

વિપત્તિઓના નાશ માટે
શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે ।
સર્વસ્પાપહરે દેવિ નારાયણિ નમોસ્તુતે ।।

ભયનાશ માટે
સર્વસ્વરૂપે સર્વેશ સર્વશક્તિસમન્વિતે ।
ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ, દુર્ગે દેવિ નમોસ્તુતે ।।

પાપનાશ તથા ભક્તિની પ્રાપ્તિ માટે
નમેભ્યઃ સર્વદા ભક્ત્યા ચણ્ડિકે દુરિતાપહે ।
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ ।।

મોક્ષપ્રાપ્તિ માટે
ત્વં વૈષ્ણવી શક્તિરન્તવીર્યા
વિશ્વસ્યં બીજં પરમાસિ માયા ।
સમ્મોહિતં દેવિ સમસ્તમેતત્
ત્વં વૈ પ્રસન્ના ભૂવિ મુક્તિ હેતુઃ ।।

કલ્યાણ માટે
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।।

ધન, પુત્રાદિ પ્રાપ્તિ માટે

સર્વબાધાવિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિતઃ ।
મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ ।।

રક્ષા માટે
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખંડે ન ચામ્બિકે ।
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃ સ્વનેન ચ ।।

બાધા નિવારણ તથા શાંતિ માટે
સર્વબાધાપ્રમશનઃ ત્રૈલોક્યાખિલેશ્વરિ ।
એવમેવ ત્વયા કાર્યમસ્યદ્વૈરિવિનાશનમ્ ।।

સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ માટે
પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ।
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્ધવામ ।।

જર્નાલિઝમ : પૈસા અને પ્રતિષ્ઠા બંને મળશે


SANDESH- Career- 24-10-12
Study Option- Prashant patel


જર્નાલિઝમનું ક્ષેત્ર હંમેશાંથી યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આજે જે રીતે નવી નવી ન્યૂઝ ચેનલ્સ, ઈન્ટરનેટ અને ન્યૂઝપેપરનો વિસ્તાર થઈ રહ્યો છે, તેને જોતાં આ ક્ષેત્રમાં રોજગારની તક વધી રહી છે. જર્નાલિઝમનું ક્ષેત્ર પૈસા સાથે પ્રતિષ્ઠા આપનારું છે. જર્નાલિસ્ટ દ્વારા સામાન્ય લોકોને સમાજ અને દેશમાં બની રહેલી વિવિધ ઘટનાઓની સ્પષ્ટ અને સાચી જાણકારી મળી શકે છે

જર્નાલિઝમને મીડિયાને આધારે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે પ્રિન્ટ જર્નાલિઝમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમ. પ્રિન્ટ જર્નાલિઝમ અંતર્ગત ન્યૂઝપેપર, મેગેઝિન વગેરે આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમમાં રેડિયો, ટેલિવિઝન તથા વેબસાઇટનો સમાવેશ થાય છે. પ્રિન્ટ જર્નાલિઝમમાં તમે એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્ટ વગેરે તરીકે કામ કરી શકો છો.

શૈક્ષણિક યોગ્યતા

* જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી મેળવવા માટે ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.

* પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે.

* ઘણી સંસ્થાઓમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ ચાલતા હોય છે. જેમાં ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.

* કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પછી ડિપ્લોમા કોર્સ કરી શકાય છે.

* જર્નાલિઝમમાં કેટલાક વિષયોમાં સ્પેશિયલાઇઝ્ડ કોર્સ કરાવવામાં આવે છે. જેમ કે સ્પોર્ટ્સ, ફોટો, પ્રેસ લો વગેરે.

વ્યક્તિગત કૌશલ્ય

જર્નાલિઝમ કરિયર બનાવવાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિશેષ ગુણોનું હોવું બહુ જરૂરી હોય છે. જેમ કે-

* તમારી અંદર કરંટ અફેર્સ જાણવામાં રુચિ હોવી જોઈએ.

* ઉત્તમ કમ્યુનિકેશનની કળા.

* જોખમ ખેડવાની તૈયારી.

* માહિતી કે સમાચારોને જાણી, સારી રીતે સમજી ઓછા સમયમાં સટીક ભાષામાં લખવાની કળા તમારામાં હોવી જોઈએ.

* અન્ય લોકોની વાતને ધૈર્યતાથી સાંભળવાની ક્ષમતા.

* ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કોઈ પણ ભાષામાં કારકિર્દી બનાવવી હોય તો તે ભાષાનું ઉચ્ચ કોટિનું જ્ઞાન હોવું જોઈએ.

* કમ્પ્યુટર તથા ન્યૂઝ કે મેટરને કમ્પ્યુટર પર કમ્પોઝ કરતા શીખવું જરૂરી છે.

કારકિર્દીના વિકલ્પો
જર્નાલિસ્ટ, એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્સ, સ્ટાફ અથવા ફ્રિલાન્સ રાઇટર, ફોટો જર્નાલિસ્ટ, પ્રૂફરીડર, ન્યૂઝ એનાલિસ્ટ, એન્કર, ન્યૂઝરીડર વગેરે પોસ્ટ પર પ્રિન્ટ (ન્યૂઝપેપર અને મેગેઝિન) અને ઇલેક્ટ્રોનિક (રેડિયો, ટેલિવિઝન અને વેબ) મીડિયામાં કામ કરી શકે છે. કેટલાંક ક્ષેત્રોને જાણીએ.

એડિટિંગ
એડિટિંગના ક્ષેત્રમાં તમે ઘણાં પદ પર કામ કરી શકો છો. જેમ કે ચીફ એડિટર, સબ-એડિટર, ફીટર એડિટર, ન્યૂઝ એડિટર વગેરે. ચીફ એડિટર એ સમગ્ર પબ્લિકેશનના પ્રમુખ હોય છે. તેમનું મુખ્ય કાર્ય માહિતીની પસંદગી કરવી અને પ્રેઝન્ટેશનના કામને જોવાનું હોય છે. ન્યૂઝ તથા ફીચર એડિટરને ચીફ એડિટરનો જમણો હાથ પણ કહી શકાય. ન્યૂઝપેપરમાં પબ્લિશ થનારા ન્યૂઝ વિશે નિર્ણય લેવો અને રિપોર્ટિંગ સ્ટાફના નેટવર્કને જોવાનું સાથે સાથે પોતાના ગ્રૂપના વિવિધ સ્ટાફ વચ્ચે કાર્યોની વહેંચણી પણ તેમણે જ કરવાની હોય છે.

રિપોર્ટિંગ
રિપોર્ટરને ન્યૂઝપેપર કે ટીવી ચેનલની આંખ અને કાન કહેવામાં આવે છે. રિપોર્ટર ઘટનાની સાચી અને પ્રમાણભૂત માહિતી મોકલે છે. તેમનું મુખ્ય કાર્ય પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવું, ઇન્ટરવ્યૂ લેવા, ઘટના કે આયોજનની વિસ્તૃત જાણકારી મેળવવા માટે સ્થળ પર જઈને માહિતી એકત્રિત કરવાનું હોય છે. બધા જ સમાચારપત્રો તથા ટીવી ચેનલ્સ વિવિધ શહેરોમાં અને વિવિધ ક્ષેત્રમાં પોતાના રિપોર્ટર નિયુક્ત કરે છે. સ્પેશિયલ રિપોર્ટર પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે તથા તેની સાથે જોડાયેલા સમાચારોનું સંકલન કરે છે.

રાઇટિંગ
રાઇટર વિવિધ વિષયો કે થીમ પર પોતાનો લેખ તૈયાર કરે છે. રાઇટર ઘણા પ્રકારના હોય છે. જેમ કે, ફીચર રાઇટર, મલ્ટિમીડિયા રાઇટર વગેરે. રાઇટરો પણ પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે. જેમ કે ફિક્શન રાઇટિંગ, ચિલ્ડ્રન બુક, હિસ્ટોરિકલ રાઇટિંગ, હ્યુમર, કોમેડી રાઇટિંગ વગેરે. આજકાલ ઇન્ટરનેટનો વિસ્તાર વધવાને કારણે આજે વેબસાઇટ પર પણ લેખ લખવા માટે રાઇટરોની માંગ ઘણી વધી રહી છે.

ફોટોગ્રાફી
ફોટોગ્રાફર કે કેમેરામેન ન્યૂઝપેપર અથવા ટીવી ચેનલ્સનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે, કારણ તેના દ્વારા લેવામાં આવેલી તસવીરો સમાચારને વધારે સ્પષ્ટ અને રોમાંચક બનાવે છે, તેથી તેમને વિઝ્યુઅલ રિપોર્ટર પણ કહી શકાય. રિપોર્ટરની ટીમ સાથે ફોટોગ્રાફર પણ હોય છે. ફોટોગ્રાફરને ફોટોગ્રાફીના વિવિધ ટેક્નિકલ પાસાઓ જેમ કે લાઇટિંગ, સ્પીડ, ઝૂમ વગેરેનું સારું જ્ઞાન હોય છે.

અન્ય
ફેશન ઇન્ડસ્ટ્રીના ઉજ્જ્વળ ભવિષ્યને જોતાં ફેશન જર્નાલિસ્ટની માંગ વધી રહી છે. ફેશન જર્નાલિસ્ટ્સના માધ્યમથી જ સામાન્ય જનતાને નવીનતમ ફેશન ટ્રેન્ડ વિશે જાણકારી આપે છે.

કામ ક્યાં મળશે?
જર્નાલિઝમનો અભ્યાસ તથા અનુભવ મેળવ્યા પછી તમે નીચે પ્રમાણેની જગ્યાએ પણ કામ કરી શકો છો.
* ન્યૂઝપેપર
* મેગેઝિન
* રેડિયો
* ટેલિવિઝન
* ફ્રિલાન્સ
* પબ્લિક રિલેશન
* એડવર્ટાઇઝિંગ
* વિઝ્યુલાઇઝર
* મીડિયા રિસર્ચ
* પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો વગેરે.
* ઓનલાઇન કમ્યુનિકેશન
* કોર્પોરેટ કંપનીઓમાં પીઆરઓનું કામ

પગારધોરણ
* ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ્સમાં રિપોર્ટરને આશરે રૂ. ૬ હજારથી લઈને ૧૧ હજાર જેટલો પગાર મળી શકે છે. સબ-એડિટરનો પગાર આશરે ૭ હજારથી લઈને ૧૨ હજાર સુધી હોઈ શકે છે. આ સિવાય પદ પ્રમાણે પગાર મળતો હોય છે. દરેક પદમાં અનુભવની સાથે પગારમાં પણ વધારો થતો રહે છે.

આટલા કોર્સ કરી શકાય
* જર્નાલિઝમમાં તમે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, માસ્ટર્સ વગેરે કોર્સ કરી શકો છો. વિવિધ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં જર્નાલિઝમના કોર્સ ચાલતા હોય છે. દરેક સંસ્થામાં ફીનું ધોરણ જુદું જુદું હોય છે. કોર્સની ફી આશરે રૂ. ૧૦ હજારથી લઈને ૫૦ હજાર સુધી હોઈ શકે છે.

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ
* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
* મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, અમદાવાદ
* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
* ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
* દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
* ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

ભારતની શૈક્ષણિક સંસ્થાઓ
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, નવી દિલ્હી
* દિલ્હી યુનિવર્સિટી, નવી દિલ્હી
* મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ
* યુનિવર્સિટી ઓફ કોલકાતા, કોલકાતા
* યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર
prashantvpatel2011@gmail.com

પેટ્રોલિયમ એન્જિનિયરિંગ લિક્વિડ ગોલ્ડમાં ગોલ્ડન કારકિર્દી

SANDESH- Career- 8-10-12
Study Option - Prashant Patel


પેટ્રોલિયમનાં ઉત્પાદન તથા વિતરણમાં જો કોઈ પ્રકારની બાધા આવે તો તે સામાન્ય જનજીવન તથા ઉદ્યોગ-ધંધાને પણ બહુ પ્રભાવિત કરે છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરવામાં પેટ્રોલિયમ અને તેને સંબંધિત ઉત્પાદનો મુખ્ય ભાગ ભજવે છે. પેટ્રોલિયમ પેદાશોની વધતી માંગને જોતાં પેટ્રોલિયમ તથા ગેસ ભંડારોની શોધને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે આ કામ એટલું સરળ નથી. તેના માટે કાર્યકુશળ વ્યક્તિઓની જરૂર પડે છે. તેને જોતાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવી એ સોનાની ખાણ મેળવ્યા બરાબર છે.

પેટ્રોલિયમને સામાન્ય રીતે કાળું સોનું અથવા લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં સામાન્ય રીતે ઊર્જાના સ્રોત તરીકે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની માંગ સતત વધી રહી છે, તેથી માંગના પ્રમાણમાં ઉત્પાદન વધારવું પણ જરૂરી છે. તેના માટે કાર્યકુશળ પેટ્રોલિયમ એન્જિનિયરોની જરૂર રહે છે.

પગારધોરણ
* પેટ્રોલિયમ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પગાર તમને તમારી શૈક્ષણિક ક્ષમતા અને જે ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કર્યો છે તેની રેપ્યુટેશન પર નિર્ભર રહે છે. જેમ કે આઇઆઇટીના ફ્રેશરને આશરે રૂપિયા ચાર લાખ ર્વાિષક પગાર મળી જાય છે. જ્યારે પ્રચલિત ન હોય તેવી સંસ્થામાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી સામાન્ય રીતે પગાર આશરે રૂ. ૧થી ૩ લાખની વચ્ચે હોય છે.

* થોડાંક વર્ષોનો અનુભવ મેળવ્યા બાદ કોઈ પણ પેટ્રોલિયમ એન્જિનિયરને આશરે રૂ. ૩થી ૮ લાખ રૂપિયા ર્વાિષક પેકેજ મળી શકે છે. એક પેટ્રોલિયમ એન્જિનિયર સમુદ્રની વચ્ચોવચ આવેલી ડ્રિલિંગ સાઇટ્સ જેવી જગ્યાએ ખૂબ જ કઠોર અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે, તેથી બીજાં ક્ષેત્રોના એન્જિનિયરની અપેક્ષાએ તેનું વેતન વધારે હોય તે સ્વાભાવિક જ છે.

નોકરી ક્યાં મળશે?
* સરકારી તથા ખાનગી ક્ષેત્રોમાં વિવિધ પદ પર કામ મળી શકે છે.

* સરકારી તથા ખાનગી ઓઇલ કંપનીઓમાં પણ તમે વિવિધ પદ પર કામ મેળવી શકો છો.

* આ ક્ષેત્રમાં ટેલેન્ટેડ લોકો માટે વિદેશમાં પણ અનેક તક રહેલી છે, જ્યાં કમાણી પણ વધુ છે, તેથી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ તમે કામ કરી શકો છો.

* આ ક્ષેત્રમાં રિસર્ચનું ઘણું મહત્ત્વ છે. એવામાં ઉચ્ચ યોગ્યતા હોય તો આ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો.

પેટ્રોલિયમ એન્જિનિયરિંગ તથા તેની સાથે સંબંધિત કોર્સ ચલાવતી દેશ-વિદેશની સંસ્થાઓમાં તમે ભણાવવાનું કામ પણ કરી શકો છો.

શૈક્ષણિક યોગ્યતા
* એઆઈઈઈઈ, જેઈઈ અથવા રાજ્ય સ્તરે લેવાતી પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી પેટ્રોલિયમ એન્જિનિયરિંગના કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે. રેન્કિંગને આધારે વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. રેન્કિંગ જેટલું સારું હશે તેટલી સારી કોલેજ કે ઇન્સ્ટિટયૂટમાં ભણવાની વિદ્યાર્થીને તક મળશે.

* અન્ય એન્જિનિયરિંગ બ્રાંચની જેમ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કરવા માટે ધોરણ ૧૨ સાયન્સ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ.

* વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે એઆઈઈઈઈ, જેઈઈ જેવી પરીક્ષાઓ અથવા સંબંધિત સંસ્થાની પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે.

* પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં એમટેક કરવા માટે કેમિકલ અથવા પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં બીટેક અથવા બીઈ હોવું જરૂરી છે.

* એવા વિદ્યાર્થીઓ પણ એમટેકમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે જેમણે રસાયણશાસ્ત્રના વિષયમાં એમએસસી કર્યું હોય.

વિશેષ કૌશલ્ય
* પેટ્રોલિયમ એન્જિનિયરે ડગલે ને પગલે કમ્પ્યુટર અને વિવિધ મશીન્સ સાથે કામ કરવાનું હોય છે, તેથી તેનું ટેક્નિકલ અને કમ્પ્યુટરનું જ્ઞાન સારું હોય તે જરૂરી છે.

* ખનન (ખોદકામ)નું કામ દબાણ તથા તાપમાનની પરિસ્થિતિઓ સાથે જોડાયેલું હોય છે, તેથી મશીનરીનું જ્ઞાન તથા તેની સાથે સંબંધિત નિર્ણય લેવાની ક્ષમતા પણ તેનામાં હોવી જોઈએ.

* ઉત્પાદનનાં કામમાં એવા લોકોની જરૂર હોય છે જેમને કામમાં પડકારો પસંદ હોય તથા તેમનામાં એવી ટેલેન્ટ પણ હોય કે તેઓ અનેક પ્રકારના પડકારોનો સામનો કરીને કાર્યને અટકવા ન દે.

* દિવસ-રાત, ઠંડી-ગરમી જોયા વગર તથા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કામ કરવાની લગન હોવી જોઈએ.

* ટીમવર્ક એટલે કે પોતાની તથા અન્ય ટીમ સાથે કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.

* પોતાની ટીમ સિવાય અન્ય ક્ષેત્રોના વિશેષજ્ઞાો જેમ કે ભૂવૈજ્ઞાનિક, સિવિલ એન્જિનિયર, પર્યાવરણ સ્પેશિયાલિસ્ટ, ભૂ-ભૌતિકશાસ્ત્રી સાથે કામ કરવાનું હોય છે.

શું છે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ?
* પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કાચું ખનીજ તેલ અથવા પ્રાકૃતિક ગેસ જેમ કે હાઇડ્રોકાર્બન ઉત્પાદનો સાથે સંકળાયેલું છે. જેમાં હાઇડ્રોકાર્બન ઉત્પાદનોના ખનન (ખોદકામ)નો પણ સમાવેશ થાય છે. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ માટે અન્ય સંબંધિત ક્ષેત્ર જેમ કે ભૂ-ભૌતિકશાસ્ત્ર, પેટ્રોલિયમ ભૂવિજ્ઞાન, ડ્રિલિંગ, અર્થશાસ્ત્ર, જળાશય સિમ્યુલેશન, વેલ એન્જિનિયરિંગ વગેરે જેવા વિષયોની જાણકારી પણ હોવી જોઈએ.

* પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અંતર્ગત સૌથી પહેલાં કાચું તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્ખનનની વાત આવે છે. આ સિવાય ઉપયોગમાં લેવાનાર કાચા તેલનું પ્રોસેસિંગ અને શુદ્ધિકરણ પણ વિષયવસ્તુ અંતર્ગત આવે છે. તેલ રિફાઇનરી સાથે સંબંધિત જાણકારી પણ આપવામાં આવે છે. સાથે પેટ્રોલ અને ગેસના વિતરણ સિસ્ટમ પર પ્રકાશ પાડવામાં આવે છે. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અંતર્ગત તેલ અને ગેસ ક્ષેત્ર, ખનન ટેક્નિક(ખોદકામ), તેલનું અન્વેષણ, ભૂ-ભૌતિકશાસ્ત્ર અને શુદ્ધિકરણ વગેરે વિવિધ વિષયો પર જાણકારી આપવામાં આવે છે.

કામ અને પદ
જિયોફિઝિસિસ્ટ
તેનું કામ ધરતીની આંતરિક અને બાહ્ય સંરચનાનું અધ્યયન કરવાનું છે. આ પદ પર કામ કરવા માટે જિયોલોજી, ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી જેવા વિષયોનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ.
ઓઇલ વેલ-લોગ એનાલિસ્ટ
તેનું કામ ઓઇલ ફિલ્ડ્સથી નમૂના લેવાનું, ખોદકામ દરમિયાન વિવિધ માપોનું ધ્યાન રાખવું અને કામ પૂરું થયા પછી માપ અને નમૂનાઓની તપાસ કરવી.
ઓઇલ ડ્રિલિંગ એન્જિનિયર
તેનું કામ તેલના કૂવાઓનું ખોદકામ કરવા માટેની યોજના બનાવવાનું હોય છે. એન્જિનિયર હંમેશાં એવો પ્રયત્ન કરે છે કે આ કામ ઓછામાં ઓછા ખર્ચામાં પૂરું થાય.
પ્રોડક્શન એન્જિનિયર
તેલના કૂવાઓનું ખોદકામ પૂરું થયા પછી પ્રોડક્શન એન્જિનિયર આગળની જવાબદારી સંભાળે છે. ઈંધણને સપાટી સુધી લાવવાની સર્વશ્રેષ્ઠ રીત કઈ રહેશે તેનો નિર્ણય પ્રોડક્શન એન્જિનિયર જ કરે છે.
ઓઇલ રિઝર્વોયર એન્જિનિયર
એન્જિનિયર રિઝર્વોયર પ્રેશર નક્કી કરવા માટે જટિલ કમ્પ્યુટર મોડલ્સ અને ગણિતનાં વિવિધ સૂત્રોનો પ્રયોગ કરે છે.
ઓઇલ ફેસિલિટી એન્જિનિયર
ઈંધણ કે તેલ સપાટી પર આવ્યા બાદ તેને અલગ કરવું, પ્રોસેસિંગ અને બીજી જગ્યાઓ સુધી પહોંચાડવાની જવાબદારી ઓઇલ ફેસિલિટી એન્જિનિયરના શિરે હોય છે.

શૈક્ષણિક સંસ્થાઓ
ભારતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પેટ્રોલિયમ તથા તેની સાથે સંબંધિત વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે. આ સંસ્થાઓમાં કોર્સ પ્રમાણે ફીનું ધોરણ જુદું-જુદું હોય છે.

* પંડિત દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી, ગાંધીનગર.

* સ્કૂલ ઓફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ, ગાંધીનગર.

* રાજીવ ગાંધી ઇન્સ્ટિટયૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજી, ઉત્તરપ્રદેશ.

* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પેટ્રોલિયમ, દહેરાદૂન.

* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માઇન્સ યુનિવર્સિટી, ધનબાદ.

* અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ.

* પૂણે યુનિવર્સિટી, પૂણે.

* કોલકાતા યુનિવર્સિટી, કોલકાતા.

* યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, દિલ્હી.

* આઇઆઇટી, ચેન્નઈ, મુંબઈ વગેરે.

prashantvpatel2011@gmail.com

Tuesday, 9 October 2012

રાધારાણીનો જન્મદિવસ રાધાષ્ટમી


કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

ભાદરવા સુદ આઠમના દિવસે મથુરા પાસેના બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રીકૃષ્ણપ્રિયા ભગવતી રાધાનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઊજવાય છે. આ દિવસે રાધાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. મથુરા, વૃંદાવન, બરસાના (જન્મ સ્થળ) વગેરે જગ્યાએ રાધારાણી મંદિર સહિત ભારતભરમાં રાધાષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવાય છે
રાધાજીનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિઃસ્વાર્થ છે. તેઓ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણને સસર્પિત છે. રાધાજી શ્રીકૃષ્ણ પાસેથી કોઈ કામનાપૂર્તિ નથી ઇચ્છતાં. તેઓ સદા શ્રીકૃષ્ણના આનંદ માટે ઉદ્યત રહે છે. તે જ રીતે મનુષ્ય સર્વસ્વ સમર્પણની ભાવના સાથે કૃષ્ણપ્રેમમાં લીન થાય છે ત્યારે જ તેઓ રાધાભાવ ગ્રહણ કરી શકે છે. કૃષ્ણપ્રેમનું શિખર રાધાભાવ છે, તેથી જ શ્રીકૃષ્ણને પામવા માટે દરેક ભક્ત રાધારાણીનો આશ્રય લે છે.
પુરાણોમાં શ્રીરાધાજી
જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં જ શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વગર રાધા અથવા રાધા વગર શ્રીકૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, તેથી જ રાધાજી 'મહાશક્તિ' કહેવાય છે. આ અંગે વિવિધ પુરાણો અને ઉપનિષદો શું કહે છે.
* રાધોપનિષદમાં રાધાજીનો પરિચય આપતા કહેવાયું છે કે, 'કૃષ્ણ તેમની આરાધના કરે છે, તેથી જ તેઓ રાધા છે. વ્રજમાં ગોપીઓ અને દ્વારકાની પટરાણીઓ આ જ શ્રીરાધાનું અંશરૂપા છે. રાધાજી અને શ્રીકૃષ્ણ એક હોવા છતાં પણ ક્રીડા માટે બે થઈ ગયાં છે. રાધિકા શ્રીકૃષ્ણના પ્રાણ છે. આ રાધારાણીની અવહેલના કરીને જે પણ શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે, તે પ્રભુને ક્યારેય મેળવી શકતો નથી.'
* ભવિષ્યપુરાણ અને ગર્ગસંહિતા અનુસાર દ્વાપરયુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા ત્યારે ભાદ્રપદ માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં ભગવતી રાધાજી અવતરિત થયાં ત્યારથી ભાદરવા સુદ આઠમ 'રાધાષ્ટમી' તરીકે વિખ્યાત થઈ.
* સ્કંદપુરાણ અનુસાર રાધા શ્રીકૃષ્ણનો આત્મા છે, તેથી ભક્તજન સીધી-સાદી ભાષામાં તેમને 'રાધારમણ' કહીને બોલાવે છે.
* પદ્મપુરાણમાં 'પરમાનંદ' રસને જ રાધા-કૃષ્ણનું યુગલ સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેમની આરાધના વગર જીવ પરમાનંદનો અનુભવ કરી શકતો નથી.
* નારદપુરાણ અનુસાર 'રાધાષ્ટમી'નું વ્રત રાખનાર ભક્ત વ્રજના દુર્લભ રહસ્યને જાણી લે છે.
* પદ્મપુરાણમાં સત્યતપા મુનિ સુભદ્રાગોપી પ્રસંગમાં રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાધા અને કૃષ્ણને 'યુગલ સરકાર'ની સંજ્ઞા તો ઘણી જગ્યાએ આપવામાં આવી છે.
શ્રીકૃષ્ણનો મીઠાજેટલો પ્રેમ
એક વાર શ્રીકૃષ્ણ અને રાધાજી બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યારે રાધાજીએ બહુ પ્રેમથી શ્રીકૃષ્ણને પૂછયું કે, 'પ્રભુ! હું તમને કેટલો સ્નેહ અને પ્રેમ કરું છું એ વાતથી તમે સારી રીતે પરિચિત છો, પરંતુ આજે હું તમને પૂછું છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો?'રાધારાણીની વાત સાંભળી શ્રીકૃષ્ણ હળવા સ્મિત સાથે પ્રેમથી બોલ્યા, 'પ્રિયે, હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું.' શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રાધાજીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ દુઃખી હૃદયે વિચારવા લાગ્યાં કે હું તો પ્રભુને અનહદ પ્રેમ કરું છું, મેં તો મારું સમગ્ર જીવન તેમના પર ન્યોછાવર કરી દીધું છે અને પ્રભુ મને માત્ર મીઠા જેટલો જ પ્રેમ કરે છે?
રાધાજીની આંખમાં અશ્રુ જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યં કે રાધારાણીના મનમાં ચાલી રહેલા આ પ્રશ્નનું નિરાકરણ કરવું જ પડશે, તેથી તેમણે રાધારાણીને કહ્યું, 'પ્રિયે! તમારી રાજધાનીમાં બધાને આજે નિમંત્રણ આપો અને જાતજાતનાં સ્વાદિષ્ટ વ્યંજન બનાવીને તેમને ખવડાવો, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે તમારે કોઈ પણ વ્યંજનમાં મીઠું નાખવાનું નથી.'
ભોળી રાધારાણીએ એવું જ કર્યું. નક્કી કરેલા સમયે પ્રજાજનો એકત્રિત થયા. રાધાજીએ આદર-સત્કારથી બધાનું સ્વાગત કર્યું અને ભોજન પીરસ્યું. બધી જ પ્રજા ભોજન કરવા બેસી ગઈ અને રાધાજીએ તેમને ભોજન શરૂ કરવા જણાવ્યું. શ્રીકૃષ્ણની આજ્ઞા મેળવીને બધાએ ભોજન કરવાનું શરૂ કર્યું.
કોઈ એક કોળિયો ખાતું તો કોઈક બે કોળિયા ખાતું અને એકબીજાની સામું જોતા. પ્રભુ કહેતા, ખાઓ ખાઓ, પ્રેમથી ખાઓ. કોઈ કંઈ જ ન બોલી શક્યું, પરંતુ એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, 'હે પ્રભુ! તમે પ્રેમથી જમાડી રહ્યા છો. તમે જમવા માટે છપ્પન પ્રકારની વાનગીઓ બનાવડાવી છે. જેને જોતાં જ મોંમાં પાણી આવી રહ્યું છે, પરંતુ આ બધી જ વાનગીઓમાં મીઠું નથી, તેથી તે બધી વાનગી ફિક્કી લાગી રહી છે, સ્વાદ વગરની લાગી રહી છે. કૃપા કરીને રાધાજીને કહો કે તેમાં મીઠું નાખે, જેથી આ વાનગીઓ ખાવાયોગ્ય બને.'
આ સાંભળી પ્રભુએ કહ્યું, 'પ્રિયે! હવે બધી જ વાનગીઓમાં મીઠું નાખી દો.'
પ્રભુની આજ્ઞા મેળવીને રાધારાણીએ બધી જ વાનગીઓમાં મીઠું નાખી દીધું અને પ્રજાને ફરીથી ભોજન કરવા કહ્યું. પ્રજાએ બધી જ વાનગીઓ આરોગીને ભરપૂર આનંદ મેળવ્યો. આ જોઈને શ્યામસુંદરે હસીને રાધારાણી તરફ જોયું. રાધારાણીને પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે પ્રભુ તેમને કેટલો પ્રેમ કરે છે.
શા માટે શ્રીકૃષ્ણ રાધાજીને સૌથી વધારે પ્રેમ કરે છે?
શ્રીકૃષ્ણ હંમેશાં રાધાજીને યાદ કરતા. શ્રીકૃષ્ણનો રાધાજી માટેનો આવો પ્રેમ જોઈને તેમની પત્નીઓ હંમેશાં વિચારતી હતી કે રાધાજીમાં એવી તો શું વાત છે કે શ્યામસુંદર અમારા જેવી પત્નીઓ હોવા છતાં પણ સૌથી વધારે પ્રેમ રાધાજીને કરે છે અને તેમને જ સૌથી વધારે યાદ કરે છે?
એક વાર જ્યારે શ્રીકૃષ્ણની પટરાણીઓને રાધાજીને મળવાનો અવસર મળ્યો ત્યારે તેઓ તેમના માટે ભેટસ્વરૂપ ગરમ દૂધને એક પાત્રમાં લઈને રાધાજીની પાસે ગયાં. પટરાણીઓ રાધાજીને મળી. થોડી વાર પછી તેમણે ગરમ દૂધ રાધાજીને આપ્યું અને કહ્યું કે આ દૂધ શ્રીકૃષ્ણએ તેમના માટે મોકલ્યું છે. આ સાંભળતાંની સાથે જ તેમણે દૂધ ગરમ છે કે ઠંડું તેની પરવા કર્યા વગર તરત જ તે દૂધ પી ગયાં, કારણ કે આ દૂધની ભેટ તેમના પ્રિયતમે મોકલી હતી. આ જ રાધાપ્રેમની પરાકાષ્ઠા હતી.
જ્યારે પટરાણીઓ રાધાજીને મળીને પાછી શ્રીકૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેમણે જોયું કે શ્રીકૃષ્ણ મોંમાં ચાંદાંને કારણે દુખાવાથી કણસી રહ્યા છે. પટરાણીઓને જ્યારે શ્રીકૃષ્ણના મોંનાં ચાંદાંનું રહસ્ય જાણવા મળ્યું તો તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેમણે માની લીધું કે શ્રીકૃષ્ણ રાધાજીની રગેરગમાં વસે છે. રાધાજીના હૃદયમાં શ્રીકૃષ્ણ રહે છે, તેથી ગરમ દૂધથી રાધાજીને કંઈ ન થયું. શ્રીકૃષ્ણએ રાધાજીનાં તમામ કષ્ટ પોતે લઈ લીધાં.
આ પ્રસંગ પરથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણ અને રાધાજી એકબીજામાં કેવી રીતે સમાયેલાં છે. રાધાભાવ કોઈ પણ પ્રેમથી સર્વોચ્ચ છે. રાધાભાવ એ એવી સ્થિતિ છે જ્યાં એ જાણવું મુશ્કેલ છે કે કોણ રાધા છે અને કોણ શ્રીકૃષ્ણ છે? આ યોગની તુર્ય અવસ્થા (અંતિમ અવસ્થા) પણ કહેવાય છે.
રાધાજીએ શા માટે પોતાના નામની જય બોલવી?
શ્યામસુંદરને તો રાધે નામ પ્રિય છે
શ્રી રાધાજીએ પોતાના મહેલમાં પોપટ પાળ્યા હતા. તેઓ પોપટને રોજ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલવાનું શીખવે. સાથે પોપટ પણ આખો દિવસ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલતા રહેતા અને રાધાજીની સખીઓ પણ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ કહેતી.
એક દિવસ રાધાજી યમુના કિનારે વિચરણ કરી રહ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે શ્યામસુંદર નારદજીને કંઈક કહી રહ્યા છે. રાધાજી છુપાઈને તેમની વાતો સાંભળવા લાગ્યાં. નારદજી કહી રહ્યા હતા કે હું વ્રજ સહિત જ્યાં પણ જાઉં ત્યાં મને હરેકૃષ્ણ, હરેકૃષ્ણની ગુંજ સંભળાય છે. આ સાંભળી ઠાકોરજીએ કહ્યું, પણ મને તો રાધે રાધે નામ પ્રિય છે.
શ્યામસુંદરના મોઢે આ વાત સાંભળીને રાધાજીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેઓ તરત જ પોતાના મહેલમાં પાછાં ફર્યાં. હવે તેઓ પોપટને હરેકૃષ્ણની જગ્યાએ રાધે-રાધે શીખવવા લાગ્યાં. જ્યારે તેમની સખીઓએ કહ્યું કે આ સાંભળીને લોકો તમને અભિમાની કહેવા લાગશે, કારણ કે તમે પોતાના નામની જય બોલાવા માંગો છો ત્યારે રાધાજીએ કહ્યું, જો મારા પ્રિયતમને આ નામ પસંદ છે, તો હું આ જ નામ લઈશ, પછી ભલે મને લોકો અભિમાની કહેતા.

Sunday, 7 October 2012

શ્રાદ્ધપક્ષ પિતૃઓને પ્રસન્ન કરવાનો સમય




કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

પિતૃઓના આત્માની શાંતિ માટે જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધપક્ષ ૧૬ દિવસનો હોય છે. ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાસ સુધી ચાલનારા શ્રાદ્ધપક્ષમાં અલગ-અલગ તિથિઓ આવે છે. જે વ્યક્તિનું જે તિથિએ અવસાન થયું હોય તે તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને શ્રાદ્ધકર્મ કરનારને ધન-ધાન્ય, પુત્ર-પૌત્ર તથા યશ આપે છે

આસંસારમાં આપણાં ઉપર જો કોઈનું સૌથી વધારે ઋણ હોય તો તે છે આપણાં માતા-પિતા અને પૂર્વજોનું ઋણ. આપણાં

માતા-પિતા જ આપણા માટે સંપૂર્ણ બ્રહ્માંડ છે. શ્રી ગણેશજીએ પોતાનાં માતા-પિતાને વચ્ચે બેસાડીને ચાર વાર પ્રદક્ષિણા કરીને એ વાતને સિદ્ધ કરી છે કે માતા-પિતા જ આપણું સમગ્ર બ્રહ્માંડ છે. આજના સમયમાં પણ લોકો પોતાનાં માતા-પિતા અને પૂર્વજોને યાદ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની પરંપરા પણ છે. શ્રદ્ધાપૂર્વક પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે અને આ શ્રાદ્ધકર્મ કરવા માટે સૌથી વધારે ઉત્તમ સમય પિતૃપક્ષને માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં પિતૃપક્ષનો મહિમા
એવી માન્યતા છે કે શ્રાદ્ધપક્ષ દરમિયાન યમરાજ બધા જ પિતૃઓને મુક્ત કરે છે, જેથી તેઓ પોતાનાં સંતાન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરી શકે.

ગરુડપુરાણ અનુસાર શ્રાદ્ધકર્મ કરવાથી સંતુષ્ટ થઈને પિતૃઓ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, મોક્ષ, સ્વર્ગ,

કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુધન, સુખ તથા ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની આશિષ આપે છે.

યમસ્મૃતિમાં લખ્યું છે કે પિતા, દાદા, પરદાદા ત્રણે શ્રાદ્ધની એવી આશા રાખે છે, જે રીતે વૃક્ષ પર રહેતાં પક્ષી વૃક્ષો પર ઊગનારાં ફળની રાખે છે. બ્રાહ્મણને પૃથ્વી પરના ભૂદેવ કહેવામાં આવ્યા છે. તેની જઠરાગ્નિ પિતૃઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પિતૃ જે યોનિમાં હોય તે રૂપમાં તેમને અન્ન મળી જાય છે, તેથી જ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપીને સંતુષ્ટ કરવાનું વિધાન છે.

પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ.

શ્રાદ્ધ કેવી રીતે કરશો?
ભારતમાં કોઈ પણ પવિત્ર તીર્થ પર જઈને પિતૃની તિથિએ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કર્મકાંડ કરીને સૌથી પહેલાં તીર્થના દેવતા, સમસ્ત ઋષિ-મુનિઓ, પિતૃઓ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો. ઉત્તર તથા દક્ષિણ દિશામાં ક્રમશઃ દેવ, ઋષિ, યમ, પિતૃ વગેરેનું તર્પણ વૈદિક નીતિ-નિયમ પ્રમાણે શાંતચિત્તે કરવું જોઈએ.

કેવી રીતે જાણશો પિતૃઓ અતૃપ્ત છે?
પરિવારમાં અસ્થિરતાનું વાતાવરણ રહેતું હોય, માનસિક તણાવ રહ્યા કરતો હોય, તો મત્સ્ય પુરાણ અનુસાર ઘરના પિતૃ અતૃપ્ત છે તેમ સમજવું જોઈએ.

પિતૃઓ કેવી રીતે તૃપ્ત થાય?
તીર્થસ્થળે તર્પણ, સપિંડ શ્રાદ્ધ તથા પિતૃદોષ હોય તો નારાયણ-નાગબલિ કર્મ દ્વારા સપિંડ શ્રાદ્ધ તથા તેના નિમિત્તે બ્રાહ્મણ ભોજન, કન્યાને ભોજન અને વસ્તુનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે.

કાગડાને અન્ય પક્ષીઓની અપેક્ષાએ તુચ્છ માનવામાં આવે છે, પરંતુ શ્રાદ્ધપક્ષમાં ખીર-પુરી સૌથી પહેલાં તેમને જ આપવામાં આવે છે, જેને કાગવાસ પણ કહે છે, કારણ કે કાગડા અને પીપળાના વૃક્ષને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે.

શ્રાદ્ધકર્તા માટે આટલું ર્વિજત
* નિષિદ્ધ પદાર્થઃ પાનનું સેવન, તેલની માલિશ, સમાગમ, કોઈ પણ જાતની ઔષધીનું સેવન તથા અન્યનું અન્ન.

* નિષિદ્ધ ધાતુઃ શ્રાદ્ધમાં તાંબાના પાત્રનું વિશેષ મહત્ત્વ છે, તેથી શક્ય હોય ત્યાં સુધી રસોઈ બનાવવાથી લઈને ભોજન કરવા સુધીનાં બધાં જ પાત્રો તાંબાનાં રાખવાં. લોખંડ, સ્ટીલ વગેરે ધાતુમાંથી બનેલાં વાસણોનો ઉપયોગ કરવો નહીં.

* નિષિદ્ધ પુષ્પઃ બીલીપત્ર, કદંબ તથા અન્ય લાલ રંગનાં અને તીવ્ર ગંધવાળાં ફૂલોનો શ્રાદ્ધકાર્ય કે વિધિમાં ઉપયોગ કરવો નહીં. તમે ઇચ્છો તો કમળ, માલતી, જૂહી, ચંપો તથા સુગંધિત સફેદ રંગનાં ફૂલોનો ઉપયોગ કરી શકો છો.

* નિષિદ્ધ અન્નઃ શ્રાદ્ધકાળમાં ચણા, મસૂર, કાળું જીરું, સંચળ, કાળી અડદ, રાઈ તથા સરસિયાના તેલનો ભોજનમાં ઉપયોગ કરવો નહીં.

શ્રાદ્ધમાં કથા-શ્રવણ
શ્રાદ્ધપક્ષ દરમિયાન પુરુષ સૂક્ત, શ્રી સૂક્ત, સૌપર્ણાખ્યાન, મૈત્રાવરુણાખ્યાન, રુદ્રસૂક્ત, એન્દ્રસૂક્તં, સપ્તાર્ચિસ્તવ, ગાયત્રી પાઠ તથા મધુમતિ સૂક્તં વગેરેનું પઠણ-શ્રવણ મન, બુદ્ધિ તથા કર્મની શુદ્ધિ માટે ઔષધિનું કામ કરે છે.

શું છે પિતૃદોષ?
જન્મકુંડળીનું નવમું ઘર જેને પિતાના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પિતાના સુખ, આયુષ્ય તથા સમૃદ્ધિનું કારક હોય છે સાથે વ્યક્તિનું ભાગ્ય, ઉન્નતિ અને ધર્મસંબંધી બાબતો જણાવે છે.

સૂર્ય પિતાનો કારક ગ્રહ છે તથા વ્યક્તિની ઉન્નતિ વગેરે તેના પ્રભાવમાં આવતા ક્ષેત્ર છે. સૂર્યની સાથે જો રાહુ જેવા પાપગ્રહ આવી જાય તો ગ્રહણ યોગ બને છે, તેથી વ્યક્તિને અનેક પ્રકારનાં કષ્ટો થાય છે. તેના ભાગ્યોદયમાં બાધા આવે છે. તેને કાર્યક્ષેત્રમાં પણ સંકટોનો સામનો કરવો પડે છે. સરળ રીતે સમજીએ તો જન્મકુંડળીના નવમા ઘરમાં સૂર્ય અને રાહુ ગ્રહ હોય તો તેને પિતૃદોષ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વ જન્મનાં પાપોના કારણે અથવા પિતૃઓના શાપને કારણે આ દોષ લાગે છે.

પિતૃદોષ નિવારણના ઉપાય
* દરેક મહિનાની અમાસે એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી તથા વસ્ત્ર-દક્ષિણા ભેટ આપવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.

* પવિત્ર સ્થાન પર જઈને નારાયણ-નાગબલિની વિધિ કર્મકાંડી બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ.

* દાદા, પિતા, કાકા, મોટાભાઈ વગેરેનો આદર કરવાથી, તેમનાં ચરણ સ્પર્શ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે.

* સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે, તેથી તેની સાનુકૂળતા મેળવવા માટે માણેક રત્ન ધારણ કરવું જોઈએ.
* ભગવાન દત્તાત્રેયનું ચિત્ર તથા મૂર્તિની દરરોજ પૂજા કરવી તથા 'શ્રી ગુરુદેવ દત્ત' મંત્રનો જપ કરવો.

* ઘરના પુરુષે પિતૃપક્ષમાં દરરોજ પિતૃઓને જળ-તલ તર્પણ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ.

* ઘરની કોઈ પણ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી કાળા રંગનાં વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

* સૂર્યોદયના સમયે કોઈ આસન પર ઊભા રહીને સૂર્ય દેવતાને પ્રણામ કરો. ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ સૂર્ય બળવાન બને છે.

* ઘરની દક્ષિણ દિશાની દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ તથા આ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં.

રાશિ અનુસાર પિતૃદોષના ઉપાયો
જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમે તમારી રાશિ પ્રમાણે ઉપાયો કરી શકો છો. કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.

મેષઃ પીપળાના વૃક્ષને સવારે જળ સીંચવું તથા સાંજે દીવો કરવો.

વૃષભઃ નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી.

મિથુનઃ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં કે તે બીમાર હોય ત્યારે યથાશક્તિ મદદ કરવી.

કર્કઃ દૂધ તથા અડદમાંથી બનેલી વાનગીનું દાન કરવું.

સિંહઃ અન્ન અથવા પલંગ (ખાટલો)નું દાન કરવું.

કન્યાઃ શિવ પૂજન કરવું અથવા ગીતાનો પાઠ કરવો.

તુલાઃ સિંદૂર, તલ, તેલ તથા અડદનું ગરીબને દાન કરવું.

વૃશ્ચિકઃ કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.

ધનઃ કુળ દેવતાની પૂજા-અર્ચના કરવી જોઈએ.

મકરઃ રુદ્ર પૂજન અથવા શિવમહિમ્ન સ્ત્રોતનો પાઠ કરવો.

કુંભઃ પિતૃતર્પણ તથા ગીતા પાઠ કરો.

મીનઃ ભગવાન ગણેશ અથવા હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.

તર્પણ માટેનાં તીર્થ
તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃ ક્ષેત્રોને પુરાણો અનુસાર બોધિગયા, નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્ધપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.

બોધગયા
બોધગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે. જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે. તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે. પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુક્ત બને.

નાભિગયા અથવા વૈતરણી
ઓરિસ્સા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે. વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિએ આ નદીને પાર કરવી જ પડે છે. જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યાં હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે. આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.

પદગયા અથવા પીઠાપુર
તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે. અહીં પિતૃતર્પણની વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.

માતૃગયા અથવા સિદ્ધપુર
માતૃગયા ગુજરાત રાજ્યમાં મહેસાણા નજીક આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું હતું. અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે. આ સિવાય ભરૂચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.

બદરીનાથ
હિમાલયના પહાડોમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરીથી શ્રાદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી.

શ્રાદ્ધના પ્રકાર
નિત્ય શ્રાદ્ધઃ દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજન, માતા-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.

કામ્ય શ્રાદ્ધઃ કોઈ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

વૃદ્ધ શ્રાદ્ધઃ વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

સપિંડ શ્રાદ્ધઃ સન્માનની ઇચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.

ગૌષ્ઠ શ્રાદ્ધઃ ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

કર્માંગ શ્રાદ્ધઃ ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભાધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.

દૈદિક શ્રાદ્ધઃ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.

શુદ્ધિ શ્રાદ્ધઃ કોઈ પાપકર્મના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

તૃષ્ટિ શ્રાદ્ધઃ યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.

પર્વ શ્રાદ્ધઃ અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.

Sunday, 30 September 2012

ગણેશ સ્તુતિ




વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ્ ।

નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

સુમુખ શ્ચૈક દંતશ્ચ કપિલો ગજ કર્ણકઃ ।

લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ।।

ધૂમ્રકેતુ ર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન ।

દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેદ્ શ્રુણુયાદડપિ ।।

વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા ।

સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય નજાયતે ।।

શુકલામ્બર ધરં દેવં શશિવર્ણં ચતુર્ભૂજમ્ ।

પ્રસન્ન વદનં ધ્યાતેત્ સર્વ વિઘ્નોડપશાન્તયે ।।

અભિપ્સિતાર્થં સિદ્ધ્યર્થં પૂજિતો યઃસૂરાડસૂરૈઃ ।

સર્વ વિઘ્ન હરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ ।।

વિઘ્નેશશ્ચ ગણેશશ્ચ હેરંબશ્ચ ગજાનનઃ ।

લંબોદરશ્ચૈક દંતઃ શૂર્પકર્ણો વિનાયકઃ ।

એતાન્યષ્ટૌ ચ નામાનિ સર્વ સિદ્ધિ પ્રદાનિ ચ ।।

ગણેશ પૂજનથી નવગ્રહ શાંતિ




ગણપતિ સમસ્ત લોકોમાં સર્વ પ્રથમ પૂજાનારા એકમાત્ર દેવતા છે. તેઓ તમામ ગણના ગણાધ્યક્ષ હોવાને કારણે ગણપતિના નામથી પણ ઓળખાય છે. મનુષ્યોને જીવનમાં અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધ, સુખની પ્રાપ્તિ તથા પોતાની આધ્યાત્મિક-ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ માટે શ્રી ગણેશની પૂજા-અર્ચના તથા આરાધના અવશ્ય કરવી જોઈએ. ગણેશજીની પૂજા અનાદિકાળથી ચાલી આવી છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહપીડા દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સૂર્ય
ગણેશજી સૂર્ય તેજ સમાન તેજસ્વી છે. તેમનું પૂજન કરવાથી સૂર્ય ગ્રહના પ્રતિકૂળ પ્રભાવનું શમન થાય છે તથા વ્યક્તિનાં તેજ, માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. તેનો યશ ચારે દિશાઓમાં ફેલાય છે. સૂર્ય પિતાનો કારક ગ્રહ હોવાથી પિતાના સુખમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિનું આધ્યાત્મિક જ્ઞાન વધે છે.

ચંદ્ર
ગણપતિજી ચંદ્રમાની જેમ શાંતિ તથા શીતળતાના પ્રતીક છે. તેમના પૂજનથી ચંદ્રના પ્રતિકૂળ પ્રભાવનો નાશ થાય છે, જેથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. ચંદ્ર માતાનો કારક ગ્રહ હોવાથી ગણેશજીનું પૂજન કરવાથી માતૃસુખમાં વૃદ્ધિ થાય છે.

મંગળ
ભગવાન ગણેશ મંગળ ગ્રહની જેમ શક્તિશાળી તથા બળવાન છે. તેમના પૂજનથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવ દૂર થાય છે અને વ્યક્તિના બળ-શક્તિમાં વૃદ્ધિ થાય છે. ગણેશજીના પૂજનથી ઋણમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિનાં સાહસ, બળ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે, સાથે ભાઈના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.

બુધ
શ્રી ગણેશ બુદ્ધિ અને વિવેકના અધિપતિ સ્વામી બુધ ગ્રહના અધિપતિ દેવ છે, તેથી વિદ્યા, બુદ્ધિપ્રાપ્તિ માટે ભગવાન શ્રી ગણેશની આરાધના ફળદાયી સિદ્ધ થાય છે. તેમના પૂજનથી વાક્શક્તિ અને તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે, સાથે બહેનના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.

ગુરુ
ગજાનન ગુરુ સમાન ઉદાર, જ્ઞાની તથા બુદ્ધિકૌશલ્યમાં નિપુણ છે. ગણેશજીનું પૂજન-અર્ચન કરવાથી ગુરુ (બૃહસ્પતિ) ગ્રહ સંબંધિત પીડા દૂર થાય છે અને વ્યક્તિના આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, સાથે પતિના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.

શુક્ર
ગણેશજી ધન, ઐશ્વર્ય તથા સંતાન પ્રદાન કરનારા શુક્ર ગ્રહના અધિપતિ છે. ગણપતિજીના પૂજનથી શુક્રના અશુભ પ્રભાવોનું શમન થાય છે. વ્યક્તિનાં ભૌતિક સુખ અને સુંદરતામાં વૃદ્ધિ થાય છે, સાથે પતિના સુખમાં વૃદ્ધિ થાય છે.

શનિ
ગણપતિજી શિવજીના પુત્ર છે. શિવજી શનિ ગ્રહના ગુરુ છે. ગણપતિજીનું પૂજન કરવાથી શનિ ગ્રહ સંબંધિત પીડા દૂર થાય છે.

રાહુ-કેતુ
ભગવાન શ્રી ગણેશનું મુખ હાથીનું અને બાકીનું શરીર પુરુષનું છે, તેથી તેઓ રાહુ તથા કેતુના દેવતા છે. તેમના પૂજનથી રાહુ અને કેતુ ગ્રહના દોષોનું શમન થાય છે.

જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ નીચ હોય કે પીડા આપતો હોય તો ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી આ તમામ ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે તથા શુભ ફળ મળે છે.

ગણેશજીને દૂર્વા કેમ પ્રિય છે?



ભગવાન શ્રી ગણેશની પૂજામાં દૂર્વાનું ખૂબ જ મહત્ત્વ છે. દૂર્વા એ એક પ્રકારનું ઘાસ છે, જેનો ઉપયોગ પૂજનમાં થાય છે. એકમાત્ર ગણેશજી જ એવા દેવ છે જેમને દૂર્વા ચઢાવવામાં આવે છે. દૂર્વા ચઢાવવાથી ગણપતિજી બહુ પ્રસન્ન થાય છે. દૂર્વા ગણેશજીને અતિશય પ્રિય છે. ભગવાન ગણેશજીની પૂજામાં દૂર્વા ચઢાવવાનું વિધાન છે. એવી માન્યતા છે કે શ્રી ગણેશની પૂજામાં જો દૂર્વા ન હોય તો તેમની પૂજા પૂર્ણ થતી નથી. દૂઃ+અવમ્ શબ્દોથી દૂર્વા બને છે. દૂઃ એટલે દૂરસ્થ તથા અવમ્ એટલે જે પાસે લાવે છે તે.

ગણેશજીને પૂજનમાં જે દૂર્વા ચઢાવવામાં આવે તે કોમળ હોવી જોઈએ. આ પ્રકારની દૂર્વાને બાલતૃણમ્ કહેવાય છે. દૂર્વા સુકાઈ જાય પછી તે સામાન્ય ઘાસ જેવી બની જાય છે. દૂર્વાને વિષમ સંખ્યા (જેમ કે ૩, ૫, ૭)માં અર્પણ કરવી જોઈએ. પંચદેવ ઉપાસનામાં પણ દૂર્વાનું ઘણું મહત્ત્વ છે. શ્રી ગણેશને દૂર્વા આટલી બધી પ્રિય શા માટે છે તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે.

પુરાણોમાં એવી કથા જોવા મળે છે કે પૃથ્વી પર અનલાસુર રાક્ષસના ઉત્પાતથી ત્રસ્ત થઈને ઋષિ-મુનિઓએ ઇન્દ્રને રક્ષણ કરવા પ્રાર્થના કરી. ઇન્દ્ર અને અનલાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ ઇન્દ્ર પણ તેને પરાસ્ત ન કરી શક્યા ત્યારે બધા જ દેવતાઓ ભેગા થઈને ભગવાન શિવની પાસે ગયા તથા અનલાસુરનો વધ કરવા માટે અનુરોધ કર્યો. શિવજીએ કહ્યું અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. ત્યારબાદ દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરી. જેનાથી પ્રસન્ન થઈને ગણપતિજી અનલાસુરને ગળી ગયા. અનલાસુરને ગળી જવાને કારણે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી. ત્યારે ઋષિ કશ્યપે ૨૧ દૂર્વાની ગાંઠ તેમને ખવડાવી અને તેનાથી તેમના પેટની બળતરા શાંત થઈ.

આ માન્યતાને કારણે શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરવામાં આવે છે. શ્રી ગણેશજીને દૂર્વા ચઢાવીને પૂજા કરવાથી પૂજા શીઘ્ર ફળદાયી બને છે.

વિનાયકને ૨૧ દૂર્વા ચઢાવતી વખતે નીચેના દસ મંત્રો બોલો એટલે કે એક મંત્રની સાથે બે દૂર્વા ચઢાવવી અને છેલ્લે બચેલી દૂર્વા ચઢાવતી વખતે બધા જ મંત્ર એક વાર બોલો. મંત્ર આ પ્રમાણે છે.

* ૐ ગણાધિપતાય નમઃ ।
* ૐ ઉમાપુત્રાય નમઃ ।
* ૐ વિઘ્નનાશનાય નમઃ ।
* ૐ વિનાયકાય નમઃ ।
* ૐ ઈશપુત્રાય નમઃ ।
* ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ ।

* ૐ એકદન્તાય નમઃ ।
* ૐ ઈભવક્ત્રાય નમઃ
* ૐ મૂષકવાહનાય નમઃ ।
* ૐ કુમારગુરવે નમઃ ।